પોતાના 'પ્રોજેક્ટ'ના બોજ હેઠળ દબાઇ જઇ રહીયો છે, આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે… જીંદગીથી હરેલો છે, પણ 'બગ'થી હાર નથી માનતો, પોતાની 'એપ્લીકેશન'ની એક એક લીટી યાદ છે, પણ આજે પગમાં ક્યા રંગના મોજા છે તે યાદ નથી, દિવસ પર દિવસ એક 'એક્સેલ' ફાઇલ બનાવી રહીયો છે, આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે… દસ હજાર લીટીનાં 'કોડ'માં 'એરર' શોધી લે છે પણ, મજબૂર મીત્રોની આંખમાં આંસુ દેખાતા નથી, 'કોમ્પ્યુટર'માં હજારો 'વિન્ડો' છે, પણ દિલની બારી પર કોઇ દસ્તક સંભળાતી નથી, શનિ-રવિ નહાતો નથી ને આખુ અઠવાડિયું નહાતો રહીયો છે, આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે… 'કૉડીંગ' કરતા કરતા ખબર જ ના રહી, 'બગ'ની 'પ્રાયોરીટી' ક્યારે માતા-પિતા કરતા વધી ગઇ, પુસ્તકોમાં ગુલાબ રાખવાવાળો 'સિગારેટ'ના ધુમાડામાં ખોવાઇ ગયો, દિલની જમીન પરથી ઇછ્છાઓની વિદાઇ થઇ ગઇ, શનિ-રવિ પર દારુ પીયને મજા કરી રહીયો છે, આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે… મજા લેવી જ હોઇ જો એની તો પૂછી લો, પગાર વધારાની 'પાર્ટી' ક્યારે આપે છે? ને ...